Friday, November 4, 2011

તમારૂં અમર પુસ્તક કઈ ભષામાં લખશો?


મનુષ્યના પ્રાણીમાત્ર માં શ્રેષ્ઠત્વના મૂળ કારોણોંનું અભ્યાસકરતા એમાનાં અનુભવોનો વિનિમય કરવાની ક્ષમતા ધ્યાનમા આવશે. એક અર્થમા એજ પરંપરા છે. પરંપરા એટલે પૂર્વજોના અને મનિષિના સંચિત અનુભવોનો આદર અને એને સમકાલીન પરિસ્થિતિને અનુકૂલ બનાવી આવનાર પેઢિને સુપ કરવું. હું સમજું છું ત્યાં સુધી સમાજની આચાર, વિચાર અને માન્યતાઓનું જેને અપણે સંસ્કૃતિ હિઇછીએ તે પણ અદ્ભૂ અનુભવોનું વિનિમય કરવાની એટલેકે પરંપરાની ફ઼્ળશ્રુતિ છે
બીજી રીતે જોઇએ તો આપણે જાણતા અજાણતા અમરત્વને ઇછીએ છીએ. આવનારી પેઢિ મારા દ્યમનો ફ઼્ળ પામે એવી ઇચ્છા પણ અમરત્વનો એક આયામ જ છે. તેમા આપણો જ્ઞાનસંચય, કાવ્યો, સાહિત્ય પણ ભાગ છે. જેમ ધનનો સંચય આપણે સર્વશ્રેષ્ઠ સ્થાને કરી જેનાથી કાળની ઘાત એના પર ઓછામા ઓછી થાય તેમ જ્ઞાનનો સંચય કયા સ્થાને કરવો, જેનાથી આવનારી પેઢિ તેને પામી શકે, સમઝી શકે અને ઉપયોગમા લાવી શકે.
મારી સમજ મુજબ ભાષા એજ જ્ઞાનનો સંચયપાત્ર છે. જેવીરીતે સ્વાદિષ્ટ દૂધ પીરસવું હોય તો તેની માટે સરસ મજાનો ચાન્દીનુ પાત્ર (ગ્લાસ) ઉપયોગમા લેવાય એવીજ રીતે જ્ઞાન પીરસવા પુષ્ટ, અલંકૃત અને મધુર ભાષાના ચયનનો વિચાર કરવો જરુરી છે.
લેખકે ભાષામા કયા ગુણો જોવા 
1.     જે ભાષામા જે ખી એ જ વર્ષો પછી વંચાય. કાના પ્રવાહમાં જે વિકૃત થાય.
જ્ઞાનેશ્વર મહારાજ મહારાષ્ટ્રના મોટા સન્ત થયા. એમનો અદ્ભુત ગ્રન્થ જ્ઞાનેશ્વરીને આજના મરાઠી જાણવાવાળા બહુ ઓછા સમજી શકે છે. કેમકે ભાષા કાલસાથે બદલાય છે અને કાલાતીત જ્ઞાનના સંગ્રહ માટે અસમર્થ બને છે.
બીજી વાત ભાષાઓમા બોલી અને લેખન મા પણ ભેદ  છે. તેનાથી લખાયલા કાવ્યોના છન્દો ઉચ્ચારણો સમયજતા અને વિકૃતિ આવતા અસ્પષ્ટ બને અને તેમા સંચિત જ્ઞાનનો હ્રાસ થાય છે. ’Put’ ને આપણેપૂટવાચિએ તો ‘But’ ને શુ વંચાય?
2.     સ્થાનનો પ્રભાવ જેનું સ્વરૂપ બદ્લાવે
અપણે જો ધ્યાનથી સાંભળીએતો અમદાવાદની ગુજરાતી બોલી અને રાજકોટની ગુજરાતી બોલી ઘણું અન્તર છે. ગુજરાતીમા કેહવત છે કે બાર ગામે બોલી બદલાય”. દેશાતીત સિદ્ધાન્તોને વ્યક્ત કરવા દેશાધીન ભાષાનો આશરો કઈ રીતે લેવાય?
3.     જેમા ભાવનાઓની અભિવ્યક્તિ માટે પર્યાપ્ત શબ્દરાશી છે
સમય બદલાતા માનવ સમાજ જ્ઞાનવિજ્ઞાનના નવા શિખરો સર કરતો આવ્યોછે અને અગળ જતા કરતો રેહશે. નવા વિષયો અને અનુભવોને નવા શબ્દોની આવશ્યકતા રહે છે. તેથી સાહિત્ય નિર્માણ માટેની ભાષામા ગુણો અને ઉપયોગના આધારપર નવશબ્દોનો નિર્માણનું સામર્થ્ય હો અને તેના આગામી સમયમા અર્થઘટનની સંભાવનાઓનો વિચાર આવશ્યક બને છે.
4.     જે ભાષા સર્વમાન્ય હોય
·         જેવીરીતે ગુજરાતી સાહિત્યનું વાંચન કેવળ આપણા ગુજરાતીઓજ કરે. અન્ય ભાષાભાષિઓ માટે તેનો આસ્વાદ લેવાનો ભાષામર્યાદાની સાથે સાથે આત્મીયતાનો અભાવ પણ ચ્ચે અવે છે.
માટે કોઇ જાતિ, સંપ્રદાય અને ઉપાસના પદ્ધતિઓથી ઉદાસીન ભાષાનું ચયન જ્ઞાનને સર્વવ્યાપક બનાવી શકે.
ઉપરની વાતોના અનુસન્ધાન સનસંસ્કૃતભાષાના ગુણોનો થોડો વિચાર કરીએ
1.     સંસ્કૃતનો વ્યાકરણને વિચારપૂર્વક જ્ઞાનના સંરક્ષણમાટે બહુજ નિયમબદ્ધ અને સુદૃઢ બનાવામા અવ્યો છે.
a.     બધા શબ્દો મૂળ ધાતુઓમાંથી વે
b.     શબ્દો અને રુપો બનાવાની પ્રક્રિયાઓ હુ સચોટ છે
c.     ૨૦૦૦ ધાતુઓ, ૨૨ ઉપસર્ગો, ૨૦૦ પ્રત્યયો, નિયમબ્ધ ન્ધિ અને સમાસને લીધે અસંખ્ય આવ્શ્યક શબ્દોનું સર્જન શક્ય બને છે
d.     ઉચ્ચરણનું શાસ્ત્ર પણ સ્પષ્ટ અને ઉપલબ્ધ છે
e.     નિયમો વધારે અને અપવાદો ઓછા છે
લિઓનાર્ડ બ્લૂમફ઼્ઈલ્ડ ઉચ્ચ કક્શાના ૧૯મી સદીના ભાષાશાસ્ત્રી હતા. એમના સાહિત્યમાં પાણિનીનો બહુ પ્રભાવ જોવા મળે છે. એમણે એક ઠેકાણે લખયું છેPāṇini gives the formation of every inflected, compounded, or derived word, with an exact statement of the sound-variations (including accent) and of the meaning.”
આથી આપણા લોકોએ અદ્ભુત શાસ્ત્રકાર પાણિની ને ભગવાનની ઉપમા પી, જેથી ભાષા કાલ અને દેશથી ઓછામા છી વિકૃત થાય છે. વ્યાકરણ વિદ્વાનો દ્વારા વિશ્વનો સૌથી પ્રાચીન ગ્રન્થ છે અને હમણા સુધીના ઉપલબ્ધ વ્યાકરણોમા સર્વશ્રેષ્ઠ ગણવામા આવ્યોછે.
2.     સંસ્કૃતભાષામા આપણે જેમ ગોખી છી તેમજ લખાય છે. ઉચ્ચારણ અને લેખનમાં છામા છો ફરક કોઈ ભાષામા હોય તો ભાષામા જોવા ળે છે. આપણે વેદોની પરંપરાને ચકાસીએ તો ધ્યાનમા આવશે કે વેદ પાઠથી એટલે કે ગોખવાથી હજારો ર્ષો પહેલાંનું જ્ઞાન આજે પણ ઉપલબ્ધ છે. જ્યારે લેખનની અને મુદ્રણનિ સંકલ્પના નહતી ત્યારનુ જ્ઞા આજે ઉપલબ્ધ હોઇ શકે એવી કલ્પના કરવી આજના સંગણકયુગમા મુશ્કેલ છે.
3.     સંસ્કૃતમા સમાસ અને ન્ધિ ને કારણે સૂત્રાત્મક રીતે ગહન વિષયોનુ પ્રતિપાદન કરવાનું સામર્થ્ય છે. પ્રસિદ્ધ સૂત્રવાંગ્મયોમા પતંજલી કૃત યોગસૂત્રોનું ઉદાહરણ જોઇએ તો ખ્યાલ આવશે કે યોગના ગહન વિષયને કઈ રીતે સંક્ષિપ્તમાં ૨૦ પાનાના નાના પુસ્તક્મા સંકલિત કરી શકાય છે. ભગવાન પાણિનીએ પણ વ્યાકરણને સૂત્ર રૂપમા સમજાવ્યું છે. સૂત્રરૂપથી વાતો સંક્ષિપ્ત બને અને સ્મરણ પરંપરાથી રક્શણ શક્ય બને છે.
4.     સંસ્કૃત કોઈ એક વિશેષ પ્રાન્ત કે સંપ્રદાય કે જાતિથી જોડાયલી ભાષા નથી. સૂતપુત્ર વ્યાસે ભાષામા વિશ્વનાં સર્વાધિક સાહિત્યની રચના કરવાનું શ્રેય પ્રાપ્ત થયું છે. રામયણકાર વાલ્મીકી તો લુટારા હતા. ભાષાનો જ્ઞાન સર્વને ઉપલબ્ધ તું અને સર્વને તેનો અધિકાર હતો.
5.     અને આપણેમહાજનો યેન ગત: પન્થા ન્યાયથી વિચરીયે તો પણ
a.     પૃથ્વી પર ઉપલબ્ધ પ્રાચીનત ગ્રન્થ ૠગવેદ છે જે સંસ્કૃતભાષામા લખાયેલો છે
b.     ઉપલબ્ધ ભારતીય વિજ્ઞાન, કાવ્ય, સાહિત્ય અને અધ્યાત્મનાં મુળભૂત ગ્રન્થો સંસ્ક્રુતમાં જોવા ળે છે.
c.     ઉપલબ્ધ વિભિન્ન વિષયોપરની હસ્તલિખિત ગ્રન્થરાશી માં ૮૦ ટકા લેખકોએ સંસ્કૃતભાષાનુ જ ચયન કર્યું છે
d.     વિશ્વના મહત્વપૂર્ણ મનાતા લગભગ બધાજ ગ્રન્થોનું સંસ્કૃતભાષામા અનુવાદ ઉપલબ્ધ છે. પછી કુરાન હોય કે બાઇબલ કે છી મહાત્મા ગન્ધીજી દ્વારા લખાયેલ પુસ્તકસત્યના પ્રયોગો’ પણ.
e.     જૈન અને બૌદ્ધ ધર્મોએ અર્ધમાગધી અને પાલીને અધિકૃતભાષા માની પરન્તુ સમય જતા તેમના આચર્યૌ અને ભિખ્ખુઓએ સંસ્કૃતના માહતમ્યનો પુનઃર્સ્વીકાર કર્યો. જૈનોમાં કલિકાળ-સર્વજ્ઞ ગણાતા હેમચન્દ્રાચાર્યે પણ હૈમવ્યાકરણનું સર્જન કર્યું.
આનાથી એક બીજી મહત્વની વાતનું આકલન પાણ થાયછે કે સંસ્કૃત સિવાયની બીજી ભાષાઓમા ખાલો ઘણોબધો જ્ઞાનરાશી કાલના પ્રવાહમા સુરક્શિત શામાટે ન રહી શક્યો.
લોહી રેળીને અને આયુષ્ય ર્ચીને મેળવેલા અનુભવ આધારિત જ્ઞાનના જનક અને એના લેખનના માધ્યથી અભિવ્યક્તિની ઇચ્છા ધરાવતા લેખકે આ જ્ઞાન સમાજહિતમાં ચિરકાલ સુધી ઉપલબ્ધ રહે એ માટે આ બધી વાતોનો વિચાર કરવો અનિવાર્ય બને છે. તમારુ અમર પુસ્તક તમે કઈ ભાષામા લખશો?

No comments:

Post a Comment